તંત્રના વાંકે સ્થાનિકો પરેશાન:ડીસા મામલતદાર કચેરી આગળ પાણી ભરાઈ રહેતાં અરજદારોને હાલાકી, નિકાલ ન થતાં લોકોમાં રોગચાળાની ભીતિ

ડીસા14 દિવસ પહેલા
  • અધિકારીઓની ઓફિસ આગળ જ પાણી ભરાઈ રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો

ડીસામાં મામલતદાર કચેરી આગળ જ વરસાદી પાણી ભરાઈ રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદી પાણીનો નિકાલ ન થતા રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. હવે અધિકારીઓની ઓફિસ આગળ જ પાણી ભરાઈ રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે
જિલ્લાના મુખ્ય મથક ડીસા શહેરમાં મામલતદાર કચેરી આગળ જ વરસાદી પાણી ભરાઈ રહેતાં અહીં આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ડીસા શહેર તેમજ આજુબાજુના 100થી વધુ ગામના લોકો અહીં કામ અર્થે આવતા હોય છે પરંતુ મામલતદાર કચેરી આગળના પ્રાંગણમાં સતત પાણી ભરાઈ રહેતાં કિચડ જેવી સ્થિતિ સર્જાય છે. પ્રિ-મોન્સુન પ્લાનિંગ અંતર્ગત પાણીના નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ મામલતદાર કચેરી આગળ ભરાતા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. દર વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં જ અહીં પાણી જમા થઈ જાય છે અને અહીં આવતા અરજદારોને પાણીમાં થઈને જ પસાર થવાની નોબત આવે છે. તેવામાં અહીં આવતા અરજદારો અને લોકોમાં પણ તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...