લમ્પી વાયરસનો વધતો જતો કહેર:ડીસામાં લમ્પી વાયરસથી વધુ પાંચ ગાયોનાં મોત; અત્યાર સુધી સરકારી ચોપડે કુલ 68 ગાયોનાં મોત નોંધાયાં

ડીસા22 દિવસ પહેલા

સમગ્ર રાજ્યમાં ગાયોમાં લમ્પી વાયરસ નામના રોગે હાહાકાર મચાવ્યો છે અને હજારો ગાયો મોતના મુખ તરફ ધકેલાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે સૌથી વધુ ડીસામાં પાંચ ગાયોના લંપી વાયરસના કારણે મોત નીપજ્યાં હતાં.

ડીસામાં પાંચ ગાયોના લંપી વાયરસના કારણે મોત
સમગ્ર રાજ્યમાં ગાયોમાં લંપી વાયરસનો ચેપ ફેલાયો છે. રસ્તે રખડતી ગાયો હોય કે પશુપાલકોની ગાયો હોય તેમાં ઝડપથી આ રોગ પ્રસરી રહ્યો છે અને હજારો ગાયો મોતના મુખમાં ધકેલાઇ રહી છે. સરકાર દ્વારા લંપી વાયરસ અટકાવવા ઘનિષ્ઠ રસીકરણ તેમજ દવાઓના ડોજ આપવામાં આવી રહ્યા છે. જો કે લંપી વાયરસ અટકવાનું નામ લેતો નથી. બનાસકાંઠા જિલ્લામાં હજારો ગાયોના મોત નીપજ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં આજે સૌથી વધુ ડીસા તાલુકામાં પણ 5 ગાયોનાં મોત થયાં હતાં.

ડીસામાં અત્યાર સુધી 68 ગાયોના મોત
ડીસામાં અત્યાર સુધી સરકારી ચોપડે 68 ગાયોના મોત થયા હોવાનું નોંધાયું છે. લંપી વાયરસ અટકાવવા ગામડે ગામડે જીવ દયા પ્રેમીઓ દ્વારા ગાયોને આયુર્વેદિક લાડુ તેમજ આયુર્વેદિક આહાર આપવામાં આવી રહ્યા છે. ડીસામાં રસ્તે રખડતી અનેક ગાયો લંપીવાયરસ નો ચેપ લઈને ફરી રહી છે ત્યારે પશુપાલન વિભાગ દ્વારા આ તમામ ગાયોને પકડી એક જગ્યાએ રાખી તેની સારવાર કરવામાં આવે તો આ ચેપ ઝડપથી ફેલાતો અટકાવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...