મતદાન અંગે જાગૃતતા:ડીસામાં પ્રથમવાર મતદાર બનેલા યુવાનોને મતદાન અંગેની સમજણ અપાઈ; EVM અને VVPATની જાણકારી આપી

ડીસા2 મહિનો પહેલા

આવનારી વિધાનસભા ચૂંટણી 2022ને લઈ ડીસામાં તંત્ર દ્વારા પ્રથમવાર મતદાર બનેલા યુવાનોને મતદાન અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ડેમો દ્વારા કોલેજીયન યુવાનોને EVM અને VVPATની માહિતી અપાઈ હતી.

મતદાન અંગેની જાણકારી આપવામાં આવી
આગામી વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત મતદારો મતદાન પ્રક્રિયાથી માહિતગાર થાય અને વધુમાં વધુ મતદાન કરવામાં જોડાય તેવા આશયથી ડીસા નાયબ કલેક્ટર નેહા એચ.પંચાલ, મામલતદાર ગ્રામ્ય કે.એચ.તરાલ અને મામલતદાર એસ.ડી.બોડાણાના માર્ગદર્શન હેઠળ ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે કોલેજીયન યુવાન યુવતીઓને માર્ગદર્શન મતદાન અંગેની જાણકારી આપવામાં આવી હતી.

આપેલો મત બરાબર છે કે કેમ તે પણ ચેક કરાવ્યું
પ્રથમ વાર મતદાર બનેલા યુવાનોને EVM અને VVPATનું ડેમો કરી મતદાન પ્રક્રિયા અંગે સમજણ આપવામાં આવી હતી. મતદાન કર્યા બાદ તેમનો મત પડ્યો છે કે નહીં તેની પણ જાણકારી અપાઇ હતી. મતદારોને EVM-VVPAT અને બેલેટ યુનિટ વિશે સમજ આપી તેમની પાસે મતદાન કરાવી આપેલો મત બરાબર છે કે કેમ તે પણ ચેક કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...