સમસ્યા:ડીસા પંથકના ખેડૂતોને શિયાળું વાવેતર સમયે NPK ખાતરની અછતથી પારાવાર મુશ્કેલી

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બટાકાનું વાવેતર કરતાં ખેડૂતોને પુરતાં પ્રમાણમાં ખાતર આપવા માંગ

ડીસામાં ખાતરની અછત મામલે પશુપાલન અને કૃષિ વિભાગના મંત્રીને લેખિત રજૂઆત કરી છે. ખાતરની તાત્કાલીક વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ છે. જો ખાતરની વ્યવસ્થા નહીં થાય તો ખેડૂતોનું લાખો રૂપિયાનું બિયારણ બગડી જવાની પૂરી સંભાવના છે.

ડીસા સહીત બનાસકાંઠા જીલ્લામાં નવેમ્બરમાં બટાટાનું વાવેતર કરવાની શરૂ થઇ જાય છે. જેમાં સૌથી વધુ ડીસામાં 60,000 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થાય છે પરંતુ ખેડૂતો હજુ સુધી બટાટાનું વાવેતર કરી શક્યા નથી. કારણ કે, બટાટાના વાવેતરમાં સૌથી વધુ જરૂરીયાત એવા એનપીકે ખાતરની ખૂબ જ અછત છે અને ખાતર નહીં મળતાં ખેડૂતોનું વાવેતર અત્યારે અટવાઇ પડયું છે.

ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે. આ અંગે ગુજરાત સરકારના પશુપાલન અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને ખાતરની તાત્કાલીક વ્યવસ્થા કરવા માટે લેખિત રજૂઆત કરાઇ છે. જો ખાતરની વ્યવસ્થા તુરંત કરવામાં નહીં આવે તો ખેડૂતોને લાખો રૂપિયાનું બિયારણ બગડી જવાની પૂરી સંભાવના છે અને આખી સિઝન નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જેથી સરકાર ખેડૂતોની હામી બની તાત્કાલીક ખાતરની વ્યવસ્થા કરાવે તે મામલે લેખિત રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...