ડીસામાં વાદળછાયું વાતાવરણ:ભર શિયાળે માવઠા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી; સ્વેટર-ટોપીની સાથે હવે છત્રી પણ કાઢવી પડી શકે

ડીસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ હોવાના કારણે વાદળછાયું વાતાવરણ થતા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

11થી 15 ડિસેમ્બરની વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ડીસા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડી વચ્ચે 11થી 15 ડિસેમ્બરની વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ડીસા પંથકમાં પણ આજે બપોર બાદ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા ભર શિયાળે માવઠા જેવું વાતાવરણ બની ગયું છે. જેથી શિયાળાની ઠંડીથી બચવા સ્વેટર-ટોપીની સાથે છત્રી પણ કાઢવી પડી શકે છે. માવઠા જેવા વરસાદને કારણે ખેડૂતોને પણ પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...