ડીસા તાલુકાના વડનોડા ગામે ગઈકાલે તળાવમાં તરવા જતા ડૂબી જતા વૃદ્ધનો વિડીયો વાઈરલ થયો છે. તળાવમાં તરવા જતી વખતે ગ્રામજનોએ વૃદ્ધનો વીડિયો બનાવ્યો હતો. તળાવમાં ડૂબતા વૃદ્ધનું મોત થયું હતું અને 18 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે.
પાણીના વમણમાં વૃદ્ધ ફસાઈ ગયા અને મોત નિપજ્યું
ડીસા તાલુકાના વરનોડા ગામે રહેતા 60 વર્ષીય વૃદ્ધ સરતસિંહ ઠાકોરનું તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યું છે. ગઈકાલે ભારે વરસાદના પગલે તળાવમાં પાણી ભરાતા વૃદ્ધ તરવા માટે તળાવમાં ઉતર્યા હતા. તે સમયે ગ્રામજનો તરવા જતા વૃદ્ધનો વીડીયો પણ બનાવ્યો હતો. જોકે તળાવના પાણીના વમણમાં ફસાઈ જતા વૃદ્ધ ડૂબવા લાગ્યા હતા અને ડૂબવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે આજુબાજુના લોકોને આવી પહોંચ્યા હતા મોડી સાંજે ડીસા તાલુકા પોલીસ અને NDRFની એક ટીમ પણ ઘટના સ્થળે આવી શોધખોળ કરવા છતાં લાશ મળી આવી ન હતી. જ્યારે 18 કલાક બાદ બીજા દિવસે વૃદ્ધની લાશ મળી આવી હતી. ગ્રામજનોએ તેમની લાશને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. ડીસા તાલુકા પોલીસે અત્યારે લાશને પી એમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.