ઈકો ગાડી વાડમાં ઘૂસી ગઈ:ડીસાના ભાખર પાસે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ઈકોનો અકસ્માત; એક જ પરિવારના પાંચ લોકોને ગંભીર ઇજા

ડીસાએક મહિનો પહેલા

ડીસા તાલુકાના ભાખર ગામ પાસે આજે ગુરૂવારે મોડી સાંજે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ઇકો ગાડી વાડમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગાડીમાં બેઠેલી બે મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમની મદદથી સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ઇકો ગાડી વાડમાં ઘૂસી
ડીસામાં રહેતો વાલ્મિકી પરિવાર વાઘરોળથી ડીસા તરફ ઇકો ગાડી લઈને આવી રહ્યો હતો અને ભાખર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ઇકો ગાડી રોડની સાઈડમાં આવેલી વાડમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગાડીમાં બેઠેલી બે મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

બે મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઈજા
ઘટનાને પગલે આજુબાજુના લોકોએ એકઠા થઈ રાહત કામગીરી શરૂ કરી હતી અને અકસ્માત અંગે જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને ગાડીમાંથી બહાર નીકાળી સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્તોની તબિયત વધુ નાજુક હોવાથી વધુ સારવાર માટે પાલનપુર રીફર કરાયા હતા.

ઇજાગ્રસ્ત પાંચ લોકોના નામ
1. વિનોદ જીવાભાઈ વાલ્મિકી

2. મનીષ મહેન્દ્રભાઈ વાલ્મિકી

3. નીતાબેન મનીષભાઈ વાલ્મિકી

4. પાયલ સુરેશભાઈ વાલ્મિકી

5. હિમાંશુ મનીષભાઈ વાલ્મિકી

અન્ય સમાચારો પણ છે...