વળતર ચુકાવવા પૂર્વ ધારાસભ્યની માગ:ડીસામાં લમ્પી વાયરસથી પશુંઓના મોત થતાં પશુપાલકોને કરોડોનુ નુકશાન, લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

ડીસાએક મહિનો પહેલા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસથી અનેક ગાયોના મોત નિપજતા ખેડૂતો અને પશુપાલકોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક ધોવાણની જેમ પશુ મૃત્યુના કિસ્સામાં પણ સહાય આપવી જોઈએ તેમ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ માંગ કરી છે.

ડીસા તાલુકાના ગામડાઓમાં લમ્પી વાઇરસથી પીડિત ગાયોની હાલત દયનિય બની જવા પામી છે. સરકાર પાસે પુરતા પ્રમાણમાં પશુ ડોકટરનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ડીસા ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસ ઝડપભેર પ્રસરી રહ્યો છે અને અનેક ગાયો મોતને ભેટી રહી છે. જેથી બિમારી થી તરફડતી ગાયોને બચાવવા અને જે પણ પશુ લમ્પીથી મૃત્યુ પામ્યું છે તેવા ખેડૂતો અને પશુપાલકોને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી વળતર આપવામાં આવે તે માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પશુપાલન મંત્રીને પણ લેખીત રજૂઆત કરવામાં આવી છે. ગાયોમાં પ્રસરેલા લંપી રોગે અનેક પશુપાલકોના પશુઓ મોતને ભેટતા બેહાલ કરી મૂક્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી પશુપાલકો અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેમ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...