બાળકોમાં જાગૃતી લાવવાનો પ્રયાસ:ડીસામાં રોટરી ક્લબ ડીવાઇન દ્વારા ડ્રોઈંગ અને કાર્ડ મેકિંગ કોમ્પિટિશન યોજાઈ; વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં રોટરી ક્લબ ડીવાઈન દ્વારા બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિઓ બહાર આવે તેમજ બાળકો નાનપણથી જ પર્યાવરણ, સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે માટે ડ્રોઈંગ અને કાડઁ મેકિંગની હરીફાઈનું આયોજન કરાયું હતું. જેમાં વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને રાઈસ એન્ડ શાઇન‌ દ્વારા બે દિવસ માટે ડ્રોઈંગ કોમ્પિટિશન અને કાર્ડ મેકિંગ બનાવવાનું કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. જેમાં અનેક બાળકોએ ભાગ લીઇ પોતાની કલા પ્રસ્તુત કરી હતી. પાણી બચાવો, પર્યાવરણ, સ્વચ્છતા વગેરે પર સુંદર ચિત્રો બનાવ્યા હતા અને બાળકોએ ન્યુ યર માટે સુંદર મજાના કાર્ડ પણ બનાવ્યા હતા. જેમાં વિજેતા બાળકોને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકોને પ્રોત્સાહિત ઇનામ અપાયું હતું. આ કાર્યક્રમનુ મૂલ્યાંકન ચંદુભાઈ ATD દ્વારા કરવામાં આવેલુ. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલબેન માળી મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન ગીરીજાબેન અગ્રવાલ, કવિતાબેન ઠક્કર, વર્ષાબેન, કાંતાબેન, ધર્મિષ્ઠાબેન, ખુશીબેન રામાણી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...