વિધાનસભા ચૂંટણી 2022:ડીસામાં બીજા તબક્કાની બેઠકો માટે આજથી જાહેરનામું અમલમાં; પ્રથમ દીને 13 ઉમેદવારી પત્રોનું વિતરણ, એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નથી

ડીસા21 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની બેઠકો માટે આજથી જાહેરનામું અમલમાં આવ્યું છે. ત્યારે ડીસામાં પ્રથમ દીને 13 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું. જોકે એકપણ ઉમેદવારી પત્ર ભરાઈને પરત આવ્યું નથી.

વિધાનસભાની ચૂંટણી માટે ડીસા બેઠકનું મતદાન બીજા તબક્કામાં છે. ત્યારે ડીસામાં આજથી જાહેરનામું અમલ થતાં ફોર્મ વિતરણ શરૂ થયું હતું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર સુધીની છે. જેમાં આજે પ્રથમ દીને કુલ 13 ઈચ્છુકોએ ઉમેદવારી પત્રો લીધા હતા. ડીસા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પાર્ટીના ઉમેદવારો જાહેર થઈ ચૂંક્યા છે. ત્યારે પ્રથમ દીને 13 ઉમેદવારી પત્રોનું વિતરણ થતાં આ બેઠક પર મહત્તમ ઉમેદવારો ચૂંટણી લડશે તેવું લાગી રહ્યું છે. જોકે દિવસના અંતે એકપણ ઉમેદવારી પત્ર ભરાઈને પરત આવ્યું ન હોવાનું ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...