બનાસનદી બાળકને ભરખી ગઈ:ડીસામાં ગણેશ વિસર્જનમાં બન્યો અણગમો બનાવ; 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળ્યો

ડીસા19 દિવસ પહેલા

ડીસા પાસે આવેલ બનાસ નદીમાં ગઈકાલે ગણેશ વિસર્જન માટે ગયેલા એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. 24 કલાક બાદ આજે આ વિદ્યાર્થીની મૃતદેહ મળી આવતા ડીસા તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમીગઢ તાલુકાના વગદડી ગામનો બકા સોમાભાઈ ખરાડી નામનો 13 વર્ષીય કિશોર ડીસામાં ખાનગી હોસ્ટેલમાં રહી SCW હાઇસ્કુલ ખાતે 9માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે વિદ્યાર્થી તેના મિત્રો સાથે ગણેશ વિસર્જન માટે ડીસા પાસે આવેલ બનાસ નદીમાં ગયો હતો. જ્યાં નાહવા પડતા વિદ્યાર્થી ડૂબવા લાગ્યો હતો. બનાવને પગલે તેની સાથે ગયેલા મીત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પાણીના વમણમાં ફસાઈ જતા તે ડૂબી ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક તંત્રએ તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન આજે નદીમાં તરતી હાલતમાં બકા ખરાડીની લાશ મળી આવી હતી. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ બનાસ નદીએ પહોંચી હતી. અને લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...