ડીસાના વાઘપુરા ગામે બસ ચાલકો બસ ઊભી ન રાખતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી એસટી ડેપોમાં પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ બસ ઉભી ન રાખતા બસ ચાલકોની મનમાનીથી વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
ડીસા તાલુકાના વાઘપુરા ગામથી ડીસા તરફ આવતી બસ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી વાઘપુરા ખાતે વિદ્યાર્થીઓ રોડ પર ઉભા રહેવા છતાં પણ બસ ડ્રાઈવર દ્વારા બસ ઊભી રાખવામાં આવતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે વિદ્યાર્થીઓએ બસ ડેપોમાં પણ વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ બસ ઉભી રહેતી નથી. વાઘપુરા બસ સ્ટોપ પરથી રોજના 150થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ડીસા તરફ અપડાઉન કરે છે. પરંતુ કોઈ પણ બસ ઊભી ન રહેતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, અને તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહે છે.
એક તરફ સરકાર દ્વારા સલામત સવારી એસટી હમારીના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ ડીસા તાલુકાના વાઘપુરા ગામે બસ ચાલકોની મનમાનીના કારણે 150થી પણ વધુ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે અને તેમના અભ્યાસ પર માઠી અસર પડે છે. ત્યારે તંત્રએ આવા બસ ચાલકો સામે અને વિદ્યાર્થીઓની રજૂઆત ન સાંભળનાર એસટી ડેપોના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. બસ ચાલકોને બસ ઉભી રાખવા માટે કડક સૂચના આપી વિદ્યાર્થીઓની સમસ્યા હળ કરે તેવી તેવી માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.