વર્ષોની માંગણીનો આવ્યો અંત:ડીસાના સાવીયાણા ગામે 17 લાખના ખર્ચે ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરાયું; વર્ષોની માંગણી પૂર્ણ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ

ડીસા2 મહિનો પહેલા

ડીસા તાલુકાના સાવિયાણા ગામે વર્ષોની માંગણી બાદ આજે સરપંચ જીવનજી ઠાકોરના હસ્તે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તલાટી સહિત ગ્રામ પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિકાસના કામ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ગામમાં જ સારી સુવિધાઓ મળી રહે તે માટે હાલમાં રાજ્ય સરકાર દ્વારા નવી ગ્રામ પંચાયતો બનાવી આપવામાં આવી રહી છે. તો, બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા દરેક ગામ સુંદર બને તે માટે સારા રસ્તાઓ, લાઈટ અને ખાસ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ડીસા તાલુકામાં પણ રાજ્ય સરકારે દરેક ગામમાં હાલ લોકો સારી સુવિધા મેળવી શકે તે માટે નવી પંચાયત બનાવવાનું શરૂઆત કરી છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના સાવિયાણા ગામે 17 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ડીસા તાલુકાના સાવિયાણા ગામના ઉત્સાહી સરપંચે સાવિયાણા ગામમાં અત્યાર સુધી અનેક વિકાસના કામો કર્યા છે. ત્યારે સાવિયાણા ગામના લોકોને સારી ગ્રામ પંચાયત મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે સાવિયાણા ગામના સરપંચ જીવણજી નાગજી ઠાકોર દ્વારા નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતં. છેલ્લા ઘણા સમયથી ગામના લોકોની નવીન ગ્રામ પંચાયત માટેની રજૂઆત હતી. ત્યારે આજે સાવિયાણા ગામે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માજી સરપંચ ઈશ્વરજી ઠાકોર, રેવાભાઇ, રમેશભાઈ પરમાર, ડો.કૌશિકભાઈ, ભાય રામભાઈ, કૈલાશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...