ખેડૂતોનો આક્ષેપ:ડીસાના જુનાનેસડા, સોયલા, ભીલડીમાં ઊભા પાકમાં વીજપોલ ઉભા કરતા ખેડૂતોમાં આક્રોશ

ભીલડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી લીધા વગર વીજપોલ ઊભા કરાઇ રહ્યાનો ખેડૂતોનો આક્ષેપ

ડીસાના જુના નેસડા 66 કેવીમાંથી જુનાનેસડા, સોયલા અને ભીલડીના ખેતરોમાંથી ઉભા પાકમાં જેટકો કંપની દ્વારા બીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. આમ ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેટકો કંપની દ્વારા જુનાનેસડા 66 કેવીમાંથી જુનાનેસડા, સોયલા, ભીલડીમાં ઈલેક્ટ્રીક લાઈનો માટે રેલવે સબ સ્ટેશન બનાવી રહ્યા છે. તેના સંદર્ભે જેટકો કંપની દ્વારા ઉભા પાકોમાં ખેડૂતોની પૂર્વ મંજૂરી વગર ઉભા પાકોમાં પોતાના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં આવ્યા છે.

જેમાં અધિકારીને પૂછતા જણાવ્યું હતું કે ‘જૂની જંત્રી પ્રમાણે ડબલ વળતર આપવામાં આવશે અને પાકનું પણ અલગ વળતર આપવામાં આવશે. ખેડૂતો રાતના ઉજાગરા કરી અને પાકમાં મોંઘું ખાતર અને બિયારણ લાવી વાવેતર કર્યું છે. પરંતુ જેટકો કંપની દ્વારા ખેડૂતોની પૂર્વ મંજૂરી લીધા વગર પોલ ઉભા કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...