ઉત્તરાયણના દિવસે અકસ્માત:ડીસાના જુનાડીસા પાસે કાર કેબિનમાં ઘૂસી જતા અફડા તફડી; અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજા

ડીસા21 દિવસ પહેલા

ડીસા-પાટણ હાઇવે પર જુનાડીસા ગામ પાસે એક ઇકો કાર રસ્તાની બાજુમાં આવેલ કેબિનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ભારે અફડા તફડી સર્જાઈ હતી. જેમાં બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ડીસા તાલુકાના જુનાડીસા ગામે હાઇવે પર ઉત્તરાયણના દિવસે બપોરના સુમારે પૂર ઝડપે આવતી ઇકો કાર એક કેબિનમાં ઘૂસી જતા ભારે અફડા તફડી સર્જાઇ હતી. અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. ઇકો કાર કેબિનમાં ઘૂસી જતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

પૂર ઝડપે આવતી ઇકો કાર કેબિનમાં ઘૂસી જતા કેબીનને પણ મોટું નુકસાન થયું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા પણ થઈ હતી. જેના કારણે ઉપસ્થિત ટોળામાં રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે ઉત્તરાયણ પર્વના કારણે રસ્તાઓ સુમસામ હતા. તેમ છતાં પણ ઈકો ગાડીના ચાલકે ગફલત ભર્યું અને બેફામ ગાડી ચલાવતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...