સગીરાને ફસાવનારને 10 વર્ષની કેદ:ડીસાના શિહોરીની સગીરા પર લગ્નની લાલચ આપી ભગાડી દુષ્કર્મ આચરનારને કોર્ટે સજા ફટકારી; સ્પેશિયલ પોસ્કો કોર્ટે કર્યો દંડ

ડીસા17 દિવસ પહેલા

બનાસકાંઠામાં સગીરા પર દુષ્કર્મ આચરનારને નામદાર કોર્ટે સજા ફટકારી છે. કાંકરેજ તાલુકાના શિહોરીની સગીરા પર લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ કરનાર યુવકને ડીસાની સ્પેશિયલ પોસ્કો કોર્ટે દસ વર્ષની કેદની સજા ફટકારી હતી.

સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી
આ અંગેની વિગત એવી છે કે મૂળ સુઇગામ તાલુકાના એટા ગામનો મહેશ ઠાકોર થોડા વર્ષ અગાઉ જ્યારે કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે રહેતો હતો. ત્યારે ત્યાંની એક સગીરા સાથે તેની આંખ મળી ગઈ હતી. ત્યારબાદ તેણે સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલંચ આપી ભગાડી ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ સગીરાના પિતાએ શિહોરી પોલિસ મથકે નોંધાવી હતી.

આરોપીને કસૂરવાર ઠેરવી દંડ ફટકાર્યો
આ કેસની ચાર્જશીટ થતાં જે કેસ ડીસાની સ્પેશિયલ પોસ્કો સ્પેશિયલ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ડીસા પોસ્કો કોર્ટના જજ આર.આર.ભટ્ટે તમામ દલીલો સાંભળી આરોપી મહેશ ઠાકોરને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...