ગ્રામજનો દ્વારા સરપંચનું સન્માન:ડીસાના ભોંયણ ગામે સરપંચે મનરેગા અંતર્ગત 100 લોકોને રોજગારી અપાવી; ગામના વિકાસ માટે હર હંમેશ તત્પર રેહશે તેવી બાંહેધરી આપી

ડીસા2 મહિનો પહેલા

ડીસા તાલુકાના ભોંયણ ગામે સરપંચે મનરેગા અંતર્ગત 100 લોકોને રોજગારી અપાવી હતી. ગામના તમામ બેરોજગાર લોકો માટે સરપંચે રોજગારી અપાવવા માટે પ્રયાસો કરવાની બાંહેધરી આપતાં ગ્રામજનો દ્વારા સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું.

રોજગારી અપાવવા માટે પ્રયાસો કરવાની બાંહેધરી આપી
ડીસા તાલુકાના ભોંયણ ગામના સરપંચ ગામના વિકાસ માટે સદાય પ્રયત્નશીલ રહે છે. તેમણે ગામના જરૂરિયાતમંદ 100 લોકોને મનરેગા અંતર્ગત રોજગારી અપાવી હતી તેમજ અન્ય લોકો માટે પણ તેઓએ સતત પ્રયાસો કરી ગામના તમામ બેરોજગાર લોકોને રોજગારી અપાવવા માટે પ્રયાસો કરવાની બાંહેધરી આપી હતી. જે કારણોસર ગ્રામજનોએ આજે તેમનું સન્માન કર્યું હતું.

ગામના વિકાસ માટે હર હંમેશ તત્પર
ગામના સરપંચ મનુભાઈ પ્રજાપતિ જણાવ્યું હતું કે, તેઓ સરપંચ બન્યા બાદ ગામના વિકાસ માટે હર હંમેશ તત્પર રહે છે. જેમાં, આજે વધુ 100 લોકોને મનરેગા અંતર્ગત રોજગારી અપાવવામાં સફળ રહ્યાં છે અને હજુ પણ ગામના બેરોજગાર લોકોને રોજગારી મળી રહે તે માટે તેમના પ્રયાસો ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...