ચોર ટોળકીનો આંતક:ડીસાના ભોંયણ ગામે બે દુકાનોમાં ચોરી, તસ્કરોએ ગ્રામીણ વિસ્તારમાં એગ્રો અને ક્લિનિકની દુકાનોને નિશાન બનાવી

ડીસા10 દિવસ પહેલા
  • ચોર ટોળકી એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે.

ડીસા તાલુકાના ભોયણ ગામે રાત્રિના સમયે બે દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ચોરી અંગે જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારને છોડી હવે ચોર ટોળકી ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય બની છે અને ચોર ટોળકી એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. તે દરમ્યાન ડીસા તાલુકાના ભોયણ ગામે ગતરાત્રીએ અજાણ્યા તસ્કરોએ બે બંધ દુકાનો ને નિશાન બનાવી હતી. જય વીર એગ્રો અને આર.કે ક્લિનિકનું સટર તોડી અજાણા તસ્કરો રાત્રિના સમયે અંદર પ્રવેશ્યા હતા. રોકડ તેમજ 20 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે દુકાનના શટર તૂટેલી હાલતમાં જણાતા દુકાન માલિકોએ પોલીસને જાણ કરી હતી. જે મામલે ડીસા તાલુકા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ડીસા તેમજ આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી તસ્કરો તરખાટ મચાવી રહ્યાં છે. ત્યારે પોલીસ રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારી ચોર ટોળકીને ઝડપી પાડી આવી ઘટનાઓ બનતી અટકાવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...