બાઈક ચોરીનો માસ્ટર માઈન્ડ ઝડપાયો:ડીસાના ભીલડી પોલીસે ત્રણ બાઈક ચોરનાર શખ્સની કરી ધરપકડ; બાઈક સહિત 1.10 લાખ જપ્ત કર્યા

ડીસા2 મહિનો પહેલા

ડીસા તાલુકાના ભીલડી પાસે આવેલ સોયલા ગામ નજીકથી એક રીઢો બાઇક ચોર ઝડપાયો છે. પૂછપરછ બાદ પોલીસે ચોર પાસેથી કુલ ત્રણ બાઈક સહિત 1.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કજે કર્યો છે અને ચોરની અટકાયત કરી વધુ ચોરીના ગુનાઓ નો ભેદ ઉકેલવા આગળની તપાસ હાથ ધરી છે.

ત્રણ બાઈક ચોર્યાની કબુલાત કરી
​​​​​​
​બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જે અન્વયે જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર વાહન ચોરીના અનડિટેક્ટ ગુના શોધવા માટે ભીલડી પોલીસની ટીમ પણ પ્રયાસો કરી હતી. તેમજ ભીલડી પોલીસ સોયલા ગામ નજીક પેટ્રોલિંગમાં હતી તે સમયે સોયલા ફાટક થી ગામ તરફ જતા રોડ પર એક શંકાસ્પદ બાઈક ચાલક હોવાનું માલુમ પડ્યું હતું. તેને ઉભો રાખી પૂછપરછ કરી હતી તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે કડક પૂછપરછ કરતા તેને બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરતા તેની અટકાયત કરી હતી અને તેની પાસેથી કુલ ત્રણ બાઇક સહિત 1.10 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભીલડી પોલીસે બાઈક ચોર વિષ્ણુ દેવીપુજક સામે ગુનો નોંધી વધુ ચોરીના ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...