ફરજમાં બેદરકારી:ડીસા UGVCL કચેરીમાં ફરજમાં બેદરકારી દાખવતા 3 કર્મચારી સસ્પેન્ડ, એકની બદલી

ડીસા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખોલમાં વીજ કંપનીના ગોડાઉનમાંથી કોન્ટ્રાક્ટરે મંજૂરી કરતા વધુ સમાન લઈ ગયો હતો
  • કોન્ટ્રાકટર સહીત જવાબદાર કર્મોઓ અને અધિકારી સામે ફરિયાદ નોંધવાનું ટાળ્યું

ડીસા ઉત્તર ગુજરાત વિજ કંપનીમાંથી એક કોન્ટ્રાક‌ટરડ ફાળવેલ માલ કરતા વધુ ઉપાડી ગયાનો મામલો સામે આવ્યો હતો. જોકે આ મામલો સામે આવ્યા બાદ ત્રણ જવાબદાર કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા અને એકની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી.

ડીસાના આખોલ પાસે આવેલ ઉત્તર ગુજરાત વિજ કંપનીની વિભાગીય કચેરી આવેલી છે જે ડીસા સહીતના તાલુકાઓ આ કચેરીના તાબામાં આવે છે ત્યારે આ કચેરી દ્વારા વાવ તાલુકાના ગામડાઓમાં નવી લાઈન ખેંચવા સહીતના કામો કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ આપવામાં આવ્યા હતા.

ત્યારે આ કોન્ટ્રાકટરને ફાળવેલ કામ અને મંજુર થયેલ કામ કરતા કચેરીમાંથી વધુ માલ લઈ જઈ લાઈનો ઉભી કરી દીધી હોવાનું કચેરીના અધિકારીઓને ધ્યાને આવતા ચોકી ઉઠ્યા હતા અને માલ વધારે સ્ટોકમાંથી કઈ રીતે લઈ ગયેલ તે બાબતની તપાસ કરતા ત્રણ કર્મીઓની બેદરકારી સામે આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જ્યારે એક અધિકારીની બદલી કરાઈ હતી. જોકે, કોન્ટ્રાકટર સહીત જવાબદાર કર્મચારીઓ અને અધિકારી સામે ફરિયાદ નોંધવાનું ટાળવામાં આવતા મામલો ચર્ચાની એરણે ચડ્યો છે. આ બાબતે વીજ વિભાગના અધિકારીઓએ મળવાનું ટાળ્યું હતું અને ફોન ઉપાડવાના પણ ટાળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...