સતત સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજમાં અનોખું સ્થાન ઉભું કરનારી રોટરી ક્લબ ડીસા અને શિકુરામ સેવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે જલીયાણ આર્કેડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં જરૂરિયાતમંદ લોકો માટે 101 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું.
મહિલાઓ અને વૃદ્ધો સહિત 101 લોકોએ રક્તદાન કર્યું
જરૂરિયાતમંદ બીમાર કે અકસ્માતમાં ઈમરજન્સીના સમયમાં રક્ત માટે દોડવું ન પડે તે માટે રોટરી ક્લબ ડીસા અને શિકુરામ સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં યુવાનો મહિલાઓ અને વૃદ્ધો સહિત 101 લોકોએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શિકુરામ સેવા સંગઠનના પ્રમુખ મયજીભાઈ દેસાઈ અને સેક્રેટરી સુરેશભાઈ શાખલા તથા રોટરી ક્લબ ડીસાના પ્રમુખ રો. વિષ્ણુભાઈ શર્મા અને સેક્રેટરી રો. હસમુખભાઈ ઠક્કરના હસ્તે કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શિકુરામ સેવા સંગઠનના યુવાનો અને રોટરિયન મિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદમાં પણ 101 બોટલ રક્ત એકઠું કરીને બંને સંગઠન દ્વારા સાચા અર્થમાં સમાજસેવા કરવામાં આવી હતી. દરેક રક્તદાતાઓને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.