દારૂની હેરાફેરી ઝડપાઈ:ડીસા પોલીસે શાકભાજીના કેરેટ નીચે સંતાડીને દારૂ ભરેલું જીપડાલુ ઝડપ્યું; દારૂ અને ગાડી સહિત 4.16 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ડીસાએક મહિનો પહેલા

દિવાળી ટાણે દારૂની ખેપ મારવા જતા એક રાજસ્થાની શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. શાકભાજીના કેરેટ નીચે સંતાડીને ગુજરાતમાં દારૂ સુધારવા જતા ડીસા પોલીસે દારૂ ભરેલા જીપડાલા સહિત 4.16 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી ડીસા તાલુકા પી.આઇ એસ.એમ પટણી સહિતની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા બાઈવાડા ગામ નજીક નાકાબંધી કરી હતી. તે દરમિયાન સામેથી આવી રહેલી એક શંકાસ્પદ જીપ પીકઅપ ડાલાને રોકાવી તપાસ કરતા ઉપર શાકભાજીના ખાલી કેરેટ નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કેરેટ હટાવી તપાસ કરતા નીચેથી દારૂ અને બિયરની 1344 બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ચાલક દેવારામ લાધારામ રબારીની અટકાયત કરી હતી અને જીપડાલુ, દારૂ અને મોબાઈલ ફોન મળી 4.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...