ચક્કાજામ:ડીસા પાલનપુર હાઇવે પર ઠેરઠેર કેમ્પ આગળ પદયાત્રીઓનો ઘસારો વધતા ટ્રાફીકજામ, વાહનચાલકો પરેશાન

ડીસા19 દિવસ પહેલા

અંબાજી મહા મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ડીસા પાલનપુર હાઇવે પર પણ પદયાત્રીઓનો ઘસારો અને કેમ્પ જોવા માટે આવતા લોકોના કારણે ટ્રાફીકજામ જેવી સ્થિતિ સર્જાય છે. ઠેર ઠેર ટ્રાફીકજામ થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.

પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પનું આયોજન કરાયું
અંબાજી ચાલતા જતા પદયાત્રીઓની સંખ્યા રોજે રોજ વધી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી પણ અસંખ્ય લોકોમાં અંબાના દર્શન કરવા ચાલતા પદયાત્રાએ નીકળ્યા છે. ત્યારે ડીસા પાલનપુર હાઇવે પર પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પનું આયોજન કરાયું છે. રાત્રિના સમયે પદયાત્રીઓની સાથે સાથે કેમ્પ જોવા માટે આવતા લોકોની સંખ્યા પણ વધી જાય છે. તેના કારણે ડીસા પાલનપુર હાઇવે પર ભોયણથી રસાણા સુધી ટ્રાફીકજામ જેવી સ્થિતિ સર્જાઇ છે. સાંજના સમયે પદયાત્રીઓ સૌથી વધુ ચાલતા હોય છે અને તેવા સમયે સેવા કેમ્પ અને પદયાત્રીઓને જોવા માટે લોકોની સંખ્યા પણ વધી જાય છે. તેના કારણે ઠેરઠેર ટ્રાફીકજામ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...