ડીસા એપીએમસીમાં હોળી ધૂળેટીના એક સપ્તાહના મીની વેકેશન બાદ બુધવારથી માર્કેટયાર્ડમાં જાહેર હરાજીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે જ રાયડો, રાજગરો એરંડા સહિતની જણસીઓની આવક થતાં સાત હજારથી વધુ બોરીની આવક નોંધાવવા પામી હતી.
માર્કેટયાર્ડમાં હમાલ, તોલાટ તરીકે કામ કરતાં મોટાભાગના મજુરો રાજસ્થાનના છે. જેથી દર વર્ષે હોળી-ધુળેટીનો તહેવાર મનાવવા માટે વતનની વાટ પકડે છે. ચાલુ વર્ષે તા. 5 માર્ચથી જ મજુરો રાજસ્થાન નિકળી જતાં એક સપ્તાહ સુધી ડીસા એપીએમસીમાં હરાજીનું કામકાજ બંધ રહેતાં મિનિ વેકેશન રહે છે. હોળી-ધુળેટીના તહેવાર બાદ બુધવારથી ડીસામાં જાહેર હરાજીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે જ 7441 બોરીની આવક નોંધાઈ હતી. આ અંગે ડીસા એપીએમસીના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, માર્કેટયાર્ડમાં કામકાજ કરતા મોટાભાગના મજૂરો રાજસ્થાનના હોવાથી હોળી ધુળેટીનો તહેવાર માટે વતનમાં જાય છે. જેથી એક સપ્તાહ સુધી હરાજીનું કામકાજ બંધ રહ્યું હતું અને બુધવારથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ હતું.
ભાવ અને બોરીની આવક
- રાયડો 901 થી 1001 (5463 બોરી)
- રાજગરો 1500 થી 1662 (1087 બોરી)
- એરંડા 1255 થી 1285 (706 બોરી)
- બાજરી 478 થી 622(141 બોરી )
- મગફળી 1100 થી 1300 (28 બોરી)
- ઘંઉ 421 થી 461 (10 બોરી)
- જીરૂ 5251 થી 5701 (06 બોરી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.