બનાસકાંઠા જિલ્લામાં ડીસા માર્કેટયાર્ડ 24 કલાક ધમધમતુ હોય છે, પરંતુ હોળી ધુળેટી પર્વ દરમ્યાન સાત દિવસ સુધી આ માર્કેટયાર્ડ સુમસામ બની જાય છે. શા માટે માર્કેટયાર્ડમાં મજૂરો નથી આવતા અને કેમ સૂમસામ બની જાય છે માર્કેટયાર્ડ જોઈએ એ અહેવાલમાં...
બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે અને અહીં મોટાભાગના ધંધા રોજગારમાં રાજસ્થાનના લોકો સીધી યા આડકતીરી રીતે સંકળાયેલા હોય છે. રાજસ્થાનમાં સૌથી વધુ પ્રિય તહેવાર એ હોળી ધુળેટીનો છે, એટલે તો રાજસ્થાનીઓમાં એક કહેવત છે કે દિવાળી તો અટેકટે પણ હોળી તો ઘરે જ. રાજસ્થાનમાં વસતા લોકો હોળીના પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે. જ્યારે ફાગણ મહિનો શરૂ થાય ત્યારે રાજસ્થાનમાં પરંપરા મુજબ રાજસ્થાનના લોકો ફાગ ગાવતા હોય છે. તેમજ રાજસ્થાનના લોકો મોટાભાગે સમગ્ર દેશભરમાં અલગ અલગ જગ્યાએ ધંધાર્થે જતા હોય છે.
હોળીના પર્વ પર રાજસ્થાનના લોકો તમામ ધંધા-રોજગાર છોડી પોતાના વતન જઈ પોતાના પરિવાર સાથે હોળીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતનું ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ બીજા નંબરે આવે છે. આ માર્કેટયાડમાં મોટા ભાગના મજૂરી કામ કરતાં લોકો રાજસ્થાનથી આવતા હોય છે. ડીસા માર્કેટયાર્ડ પણ જ્યારથી શરૂ થયું ત્યારથી આ માર્કેટયાર્ડમાં હોળીના પર્વ પર રાજસ્થાની લોકો તહેવારની ઉજવણી કરવા જતાં હોવાથી સાત દિવસ માર્કેટયાર્ડ બંધ રાખવાની પરંપરા ચાલુ થઈ હતી. જે અત્યારે પણ ચાલે છે.
રાજ્યમાં એકમાત્ર ડીસાનું માર્કેટયાર્ડ હોળીના પર્વ પર બંધ રહે છે, કારણ કે 70 થી 80% મજૂરી કામ કરતા લોકો રાજસ્થાનના હોવાથી તેમજ હોળીનું પર્વ રાજસ્થાનમાં તેનું વિશેષ મહત્વ હોવાથી મજૂરી કામ કરતા લોકો પોતાના ધંધા રોજગાર છોડી પોતાના વતન જતા રહેતા હોય છે અને ત્યાં જઈ હોળીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે જેથી ડીસા માર્કેટયાર્ડમાં હોળીના પર્વ પર ખેડૂતોને કોઈ પાક વેચાણ માટે આવતા નથી અને દસ દિવસ બાદ આઠમના દિવસે ડીસા માર્કેટયાર્ડમાં એક સાથે તમામ વેપારીઓ અને મજૂરો સાથે મળી પોતાના વજન કાંટા એક સાથે ચઢાવી ફરી વેપાર ધંધા ચાલુ કરતા માર્કેટયાર્ડ ફરી ધમધમે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.