નશાબંધી મુદ્દે યુવાનો સક્રિય:ડીસાના નશાખોરી સામે સહી ઝુંબેશ હાથ ધરાઈ; NSUIએ કોલેજના યુવાનોને નશાખોરી અંગે સરકારને માહિતી આપવા આહવાન કર્યું

ડીસા10 દિવસ પહેલા

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં યુવાનોને નશાખોરી થી દૂર રાખવા આજે ડીસા કોલેજ માં NSUI દ્વારા સિગ્નેચર કેમ્પઈ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોલેજના હજારો વિદ્યાર્થીઓએ સહી કરી નશાખોરી સામે વિરોધ દર્શાવ્યો હતો અને અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે આહવાન કર્યું હતું.

યુવાનોને માર્ગદર્શન આપી નશાથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું
​​​​​​​ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો જારી છે જ્યારે તાજેતરમાં જ લઠ્ઠા કાંડથી પણ અનેક લોકોના મોત થતાં રાજ્યભરમાં ઝડપથી ફેલાઈ રહેલા નશાખોરીના આ માહોલ વિરુદ્ધ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા ડીસા કોલેજમાં NSUI દ્વારા અભિયાન હાથ ધરાયું હતું. કોલેજમાં વિદ્યાર્થીઓનો સિગ્નેચર કેમ્પ ચલાવી નશાથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. હાલમાં બુટલેગરો તેમજ ડ્રગ્સ પેડલરો ખાસ કરીને કોલેજીયન યુવાનોને ટાર્ગેટ કરતા હોવાથી કોલેજના યુવાનો આ બદીમાં ના ફસાય તે માટે NSUI દ્વારા સહી ઝુંબેશ સાથે વિદ્યાર્થીઓને નશાથી થતી હાની અંગે માર્ગદર્શન આપી નશાથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. સાંજે ડીસા NSUI પ્રમુખ હાર્દિક પઢીયારે જણાવ્યું હતું કે યુવાધનને નશાખોરી થી બચાવવા માટે આજે સહી ઝુંબેશ શરૂ કરી હતી જેમાં હજારો વિદ્યાર્થીઓ ને નશાખોરી અંગે કોઈ પણ માહિતી મળે તો સરકારને આપી જાગૃતી લાવવા માહિતી આપી હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...