રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની કહેતા વિરોધ:ડીસા ભાજપ માહિલા મોરચાએ રાષ્ટ્રપતિ સામે કોંગ્રેસ નેતાની ટિપ્પણીના વિરોધમાં રેલી, મહિલાઓએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા

ડીસા10 દિવસ પહેલા
  • વિપક્ષના નેતા અધિરરંજન ચૌધરીની ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો

લોકસભામાં વિપક્ષના નેતા અધિરરંજન ચૌધરીએ દેશના પ્રથમ નાગરીક અને નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રોપદીને રાષ્ટ્રપત્ની કહેતા દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. ત્યારે ડીસામાં ભાજપ મહિલા મોરચા દ્વારા આ મુદ્દે રેલી યોજવામાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તેમજ નિરંજન ચૌધરી માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી.

લોકસભામાં પોતાના વક્તવ્ય દરમિયાન વિપક્ષના નેતા અધીરંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહી દેતા ભાજપએ તેને વિરોધ કર્યો છે અને કોંગ્રેસ આદિવાસી વિરોધી તેમજ મહિલા વિરોધી હોવાનું કહી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. કોંગ્રેસ નેતા અધિરંજન ચૌધરી તેમજ સોનિયા ગાંધી આ મુદ્દે દેશની તેમજ આદિવાસી સમાજની માફી માંગે તેવી માંગ કરી છે. જે અંતર્ગત ડીસામાં સાંઇબાબા મંદીર પાસે આજે ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ વિરોધ રેલી યોજાઇ હતી. મહિલાઓએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ કોંગ્રેસ મહિલાઓ અને આદિવાસીઓનો વિરોધ કરતી હોવાનું જણાવી આ મુદ્દે અધિરરંજન ચૌધરી અને સોનિયા ગાંધી માફી માંગે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...