ફોર્મ ભર્યા અગાઉ ખાટલા બેઠક:ડીસા ભાજપના ઉમેદવારે જીતશે તો ગ્રામજનોની સમસ્યાઓનું નિકાલ કરવાની ખાત્રી આપી

ડીસા2 મહિનો પહેલા

ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ ફોર્મ ભર્યા અગાઉ જ પોતાનું પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. જેમાં આજે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે ખાટલા બેઠક યોજી ગ્રામજનો સાથે સમસ્યાઓ અંગેની ચર્ચાઓ કરી ધારાસભ્ય તરીકે પોતે જીતશે, તો તમામ સમસ્યાઓનું નિકાલ કરવાની ખાત્રી આપી હતી.

લોકોનો પાણીનો પ્રશ્ન પણ કાયમી હલ કરશે તેવી બાંહેધરી આપી
ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળી પોતાનો ઉમેદવારી ફોર્મ ભર્યા અગાઉ જ ગામડે ગામડે જઈ પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. દરેક ગામે જઈ લોકો વચ્ચે ખાટલા બેઠક યોજી તેઓ પ્રચાર કરી રહ્યાં છે. જેમાં આજે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ગ્રામજનોની ખાટલા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવીણ માળીએ કેન્દ્ર અને ગુજરાત સરકારે કરેલા કામોનો વિસ્તારથી ચિતાર આપ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોની એક પછી એક સમસ્યાઓ સાંભળી હજુ પણ જે સમસ્યાઓ હોય તે પોતે ચૂંટાયા બાદ તમામ સમસ્યાઓનું નિકાલ કરશે તેવી ખાતરી આપી હતી. આ વિસ્તારમાં અગાઉ પ્રવીણભાઈ માળીએ જળસંચય અભિયાન અંતર્ગત અનેક ખેડૂતોને જાગૃત કરી વરસાદી પાણીનો જળસંચય કરવા માટે જાગૃત કર્યા હતા. જેનાથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે. ત્યારે ચૂંટણી જીત્યા બાદ તેઓ આ વિસ્તારના લોકોનો પાણીનો પ્રશ્ન પણ કાયમી હલ કરશે તેવી બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...