ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા:ડીસા વિધાનસભા બેઠકના ઉમેદવારનો 500થી વધુ બાઈક સાથે ભવ્ય રોડ શો; ઠેર ઠેર વેપારીઓ દ્વારા સ્વાગત કરાયું

ડીસા3 મહિનો પહેલા

ડીસામાં ભાજપના ઉમેદવાર દ્વારા આજે બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 500થી પણ વધુ બાઈક સવારો જોડાયા હતા સાથે એક કિલોમીટર લાંબી કતાર લાગી હતી. ડીસાના ઉમેદવારે આજે રોડ શો કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

ભવ્ય રોડ શો સાથે પ્રચારના શ્રી ગણેશ
ડીસામાં ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર અને યુવા અગ્રણી પ્રવીણ માળીનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે આજે ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જય શ્રી રામના નારા સાથે નીકળેલી બાઈક રેલી રાજમંદિર પાસેથી શરૂ થઈ એરપોર્ટ ચાર રસ્તા, જલારામ મંદિર, સાંઈબાબા મંદિર, ફુવારા સર્કલ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. બાઈક રેલી દ્વારા રોડ શો કરી ઉમેદવાર પ્રવીણ માળીએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

મોટી સંખ્યામાં લોકો જોડાયા
500થી પણ વધુ બાઈક સવાર રેલીમાં જોડાતા એક કિલોમીટર લાંબી કતાર લાગી ગઈ હતી. ભાજપના આગેવાનોએ ભાજપના ઉમેદવારને વોટ આપી જંગી બહુમતીથી જિતાડવા માટે અપીલ કરી હતી. બાઈક રેલીમાં ભાજપ સંગઠન, યુવા ટીમ સહિત દરેક સમાજના લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...