ડીસાના ઝેરડામાં બુધવારે રાત્રે જમીને ના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂત ની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જ્યાં ગુરુવારે જ્યાં સુધી હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કરી દીધો હતો. જોકે, પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો. પોલીસે એક મહિલા સહિત પાંચ શકમંદોની પૂછપરછ હાથ ધરી છે. જોકે ચાર દિવસમાં હત્યારા નહીં પકડાય તો ધરણાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ડીસા -ધાનેરા હાઈવે ઉપર આવેલ ઝેરડા ગામના અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા પરબતભાઈ ડાયાભાઈ ગળસોર (રબારી) બુધવારે મોડી રાતે ઝેરડા બસ સ્ટેશન થી પોતાના ઘર (ખેતર) તરફ પગપાળા જઈ રહ્યાં હતાં. જે દરમિયાન શાળા નજીક પહોંચતા જ કોઈ અજાણ્યા શખ્સોએ પરબતભાઈની હત્યા કરી ફરાર થઈ ગયા હતાં.
આરોપી નહીં પકડાય તો ધરણાં
ડીસાના ઝેરડા ગામે છેલ્લાં ઘણા સમયથી અસામાજિક તત્વો ની રંજાડ વધી રહી છે. પરબતભાઈ દેસાઈ ની હત્યામાં નિર્દોષ ફસાય નહી અને દોષિત છુટી ન જાય તે માટે તપાસ કરીને હત્યારાઓને ઝડપી પાડવા જોઈએ. જો ચાર દિવસ માં આરોપીઓ નહી પકડાય તો ગાંધીનગર સુધી ધરણાં પ્રદર્શન કરાશે તેમ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી એ જણાવ્યું હતું.
પોલીસ તમામ પાસા પર તપાસ કરી રહી છે:પીઆઈ
પરબતભાઈ દેસાઈની હત્યા કેસની જાણ થયા બાદ તુરંત જ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી. તેમજ હત્યાના આરોપીઓને ઝડપી પાડવા એલસીબી, એસઓજી સહિત ની ટીમોને કામે લગાડી તમામ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે તેમ ડીસા તાલુકા પીઆઈ એસ.એમ.પટણીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.