સેવા:ટેટોડા ગૌશાળામાં 20 વર્ષથી સેવા કરતાં ધાનેરાના ગૌભકત

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મફાભાઈ માળી દરરોજ ધાનેરાથી ભોજન લઈ ભાડુ ખર્ચી ગૌશાળામાં આવે છે

ડીસાની ટેટોડા ગૌશાળા ખાતે છેલ્લા 20 વર્ષથી એક સુખી અને સંપન્ન પરિવારના આધેડ ગૌમાતાની નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે. ઘરનું ભાડું અને ભાથું લઇ ધાનેરાથી નિયમિત ટેટોડાની રાજારામ ગૌશાળામાં અશકત અને બીમાર ગાયોની સેવા કરે છે.

ધાનેરાના 60 વર્ષિય ગૌભક્ત મફાભાઈ કેશાજી માળી છેલ્લા 20 વર્ષથી શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં આવેલ ગૌ હોસ્પિટલના વોર્ડમાં રાખવામાં આવેલી બીમાર, અશકત અને અકસ્માતમાં ઇજા પામેલ ગાયોના વોર્ડની દેખરેખ સાથે સેવા કરે છે.

20 વર્ષથી સેવાનો ભેખ ધારણ કરનાર મફાભાઈએ જણાવ્યું હતું કે હું દરરોજ સવારે આઠ વાગે ગૌશાળામાં આવી જાઉં છું અને મારા ઘરેથી ટિફિન પણ સાથે લઈ આવું છું અને દિવસ દરમિયાન બીમાર તેમજ અકસ્માતમાં ઇજા પામેલી 200 થી વધુ ગાયોની સતત સેવા કરૂ છું.

જેમાં દિવસ દરમિયાન આ ગાયોને ફેરવવી તેમજ તેમને દવાઓ, ઇન્જેક્શન પણ આપું છું. એક પશુ ડોકટર જેટલું તેમને દવાઓનું પણ જ્ઞાન હોઈ તેઓ સતત ગાયોની સેવામાં મગ્ન રહે છે અને સાંજે પાંચેક વાગે પરત પોતાના ઘરે ધાનેરા જાય છે આમ તો મફાભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે. જેમને ચાર દીકરા છે.

પથમેડાના સંતની કથાથી પ્રેરણા મળી
રાજસ્થાનમાં આવેલ ગૌધામ પથમેડા સંત વર્ષો અગાઉ ધાનેરામાં કથા માટે આવ્યાં હતાં. જે દરમિયાન હું પણ કથામાં ગયો ત્યારથી ગૌમાતાની સેવા માટેની લગની લાગી છે. આજે ગૌમાતાની સેવા કરતાં કરતાં 20 વર્ષનો સમયવિતિ ગયો પરંતુ આજ દિન સુધી કોઈ જ તકલીફ નથી પડી અને ગૌમાતા તાકાત આપી રહ્યાં છે તેમ ગૌભકત મફાભાઈ માળીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...