ડીસામાં સગીરાનું અપહરણ:ધનાવાડા ગામે ગોગ મહારાજની પાંચમ ભરવા ગયેલી ત્રણ બહેનોમાંથી એકને નરાધમ ગાડીમાં બેસાડી લઈ ગયો

ડીસા4 દિવસ પહેલા

ડીસા તાલુકાના ધનાવાડા ગામે લગ્નના ઇરાદે લલચાવી 16 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જે મામલે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે અપહરણ કરનાર યુવકની શોધ ખોળ હાથ કરી છે

ડીસા તાલુકાના ધનાવાડા ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની સોળ વર્ષિય સગીરાનું અપહરણ થયું હોવાની ઘટના બની છે. જેમાં આ પરિવારની ત્રણ બહેનો નાગફણા ગામે ગોગ મહારાજની પાંચમ ભરવા ગઈ હતી અને ત્યાંથી પરત આવી રહી હતી તે સમયે ધનાવાડા ગામે રહેતો સુરેશ સોલંકી નામનો યુવક એક બહેનને ઇકો ગાડીમાં બેસાડી ભગાડી ગયો હતો અન્ય બે બહેનોએ ઘરે આવી પરિવારને આ બનાવ અંગે જાણ કરતા સગીરા ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બે દિવસ સુધી કોઈ જ માહિતી ન મળતા આખરે સગીરાની માતાએ ડીસા તાલુકા પોલીસ મથકે અપહરણ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને પગલે પોલીસે અપહરણ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...