ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ડીસાના રસાણા ગામ પાસેથી આજે ફરી દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપાઈ હતી. ડીસા તાલુકા પોલીસે ગાડીના ચાલક સહિત લાખો રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ સતર્ક છે અને સતત અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી પર નજર રાખી રહી છે. ત્યારે બીજી તરફ બુટલેગરો પણ બેફામ બન્યા છે અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અનેક વિધ પ્રયાસો કરી રહ્યા છે. તે દરમિયાન આજે ફરી એકવાર ડીસાના રસાણા ગામ પાસેથી દારૂ ભરેલી બોલેરો ગાડીને LCBની ટીમે ઝડપી પાડી હતી. LCBની ટીમને માહિતી મળતા જ બોલેરો ગાડીનો પીછો કર્યો હતો અને દારૂ ભરેલી બોલેરો ગાડીને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસને સોંપી હતી. ડીસા તાલુકા પોલીસે દારૂ અને ગાડી સહિત 4.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગાડીના ચાલકની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.