બાળકોમાં વધી રહેલા જાતીય સતામણીના કેસોને અટકાવવા માટે ડીસા રોટરી ક્લબ ડીવાઇન દ્વારા બાળકોને જાતીય સતામણી અંગે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં 6 થી 8 વર્ષીય બાળકોને ગુડ ટચ એન્ડ બેડ ટચ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
બાળકોને ઉદભવતા પ્રશ્નોની ચર્ચા
રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા બાળકો માટે અવેરનેસ ઓફ 'ગુડ ટચ' એન્ડ 'બેડ ટચ' ના કાર્યક્રમનું શ્રીમતી એચ. જે. પટેલ (સરદાર પટેલ) પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ધોરણ 6 થી 8ના 265 થી પણ વધુ બાળકોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે બાળકોને ઉદભવતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
શાળાના શિક્ષકોનો સહકાર મળ્યો
મુખ્ય વક્તા તરીકે ડૉ. રીટા પટેલ અને ડૉ બિનલ માળીએ બાળકોને ગુડ ટચ કોને કહેવાય? બેડ ટચ કોને કહેવાય? તેમજ એવી કોઈ વાત હોય તો માતા-પિતાને વિના સંકોચે કહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટા પટેલ, પ્રમુખ ડૉ. બિનલ માળી, ઉપપ્રમુખ વર્ષા પટેલ, ધર્મિષ્ઠા, ફાલ્ગુની અને દીપિકા હાજર રહ્યા હતા. તેમજ શાળાના શિક્ષકોનો પણ ખૂબ જ સહકાર મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.