ડીસામાં ભારે વરસાદની આગાહીને પગલે કલેકટર કચેરી ખાતે અધિકારીઓની ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં નાયક કલેક્ટરે તમામ અધિકારીઓને પોતાનું હેડકટર ન છોડવા માટે તેમજ ભારે વરસાદની સ્થિતિમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રહેવા સૂચના આપી હતી.
વરસાદમાં જાનહાની સર્જાય તો તાત્કાલીક એક્શનની સૂચના
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાને મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી ઘમરોળી રહ્યા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે આજે ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે તમામ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ કલેકટરે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત તમામ અધિકારીઓને કોઈપણ સ્થિતિમાં હેડ ક્વાર્ટર ન છોડવા માટે તેમજ ભારે વરસાદને પગલે લઈ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 24 કલાક એલર્ટ રહેવા માટેની સૂચના આપી હતી. અગાઉ 2015 અને 17માં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં નુકસાન સર્જાયું હતું. તેવી પરિસ્થિતિ ફરી નિર્માણ ન પામે અને કોઈપણ જગ્યાએ પાણી ભરાવાના કારણે નુકસાનીના સમાચાર મળે તો તાત્કાલિક તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.