ભાસ્કર વિશેષ:ડીસા પંથકના ફાલસાની મુંબઈ સુધી માંગ

ડીસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસાથી માત્ર 8 કિ.મી. દૂર રસાણા નજીક ખેડૂતે વાવેતર કર્યું

ડીસામાં ફાલ સાની ચાલુ વર્ષે તા.20 એપ્રિલ બાદ આવક શરૂ થયેલ છે. અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, પૂના અને મુંબઈમાં નિકાસ કરાય છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં પ્રગતિશીલ ખેડૂત હરીશભાઈ સૈની છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી ફાલસાના ત્રણ હજારથી વધુ વૃક્ષો વાવી ફાલસાના ફળનો પાક મેળવી સારી કમાણી કરી રહ્યા છે.

ડીસાથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલ રસાણા હાઈવે પરના ફાર્મમાં હરીશભાઈ સૈનીએ ફાલસાનું વાવેતર કરેલ છે. આ વૃક્ષ માત્ર ત્રણ વર્ષમાં જ ફળ આપતું થઈ જાય છે અને ઉનાળામાં તેની ડાળીએ ડાળીએ રતુમડા કલરના બોર આકારના ફાલસાના ફળ આવે છે.

એક વિકસિત ફાલસાનું વૃક્ષ ઉનાળાની સિઝનમાં પાંચ થી છ કિલો ફાલસા આપે છે.ફાલસા અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, પૂના અને મુંબઈમાં નિકાસ કરાય છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ડીસાના ફાલસા મંગાવતા હોય છે. જેથી ફાલ સાની માંગ વધું રહેતાં તેમની મબલખ કમાણી પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...