દુર્ઘટના:રાજસ્થાનના મેડા નજીક ટ્રક અને ટ્રેઈલર વચ્ચે અકસ્માતમાં ડીસાના યુવકનું મોત

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય યુવકને ગંભીર ઈજા : ટ્રેઈલર ચાલક ફરાર થઈ ગયો

ડીસાના બે યુવકો આઇશર ટ્રક લઇ રાજસ્થાન તરફ જઇ રહ્યાં હતાં. જે દરમિયાન આઈશર ટ્રક અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. જયારે એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ડીસાના પાટણ હાઈવે પર આવેલા રેલવે સ્ટેશન ચાર રસ્તા નજીકની પુરગ્રસ્ત કોલોની ખાતે રહેતા સોહિલ સાબિરભાઈ કુરેશી (22) અને મોહંમદપુરા ગવાડી વિસ્તારમાં રહેતા ફયાઝ જહુરભાઈ કુરેશી ડીસાથી આયશર ટ્રક લઇને રાજસ્થાન જઇ રહ્યા હતા.

ત્યારે મંગળવારે મોડી સાંજના સુમારે રાજસ્થાનના મેડા નજીક ટ્રેઇલર સાથે અચાનક ટકરાતા આઇસરના આગળના ભાગનો ભુક્કો થઇ ગયો હતો. તેથી આઇસરમાં આગળ બેઠેેલ કુરેશી સોહિલભાઈ નીચે પટકાતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ફયાઝ કુરેશીને બે પગમાં ગંભીર ઇજાઓ થતાં પ્રથમ પાલનપુર ત્યારબાદ વધુ તબિયત લથડતા અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...