પરિણામ શૂન્ય:ડીસાની જોગકૃપા સોસા.માં ભૂગર્ભ ગટર ઊભરાતાં રહીશો પરેશાન

ડીસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક રહીશોની વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

ડીસા શહેરની જોગકૃપા સોસાયટી નજીક આવેલ 80 ફૂટ રોડ ઉપર ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિક રહીશો પરેશાની ભોગવી રહ્યાં છે. નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી યોગ્ય રીતે ગટરની સફાઇ ન થતાં ગંદુ પાણી રસ્તા પર ફેલાઇ રહ્યું છે.

ડીસાના વેલુંનગરથી જોગકૃપા સોસાયટી થઇ અનુપમ સોસાયટી જવાના 80 ફુટ રોડ ઉપર ડીસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલી છે તેમજ તેની ચેમ્બર મુખ્ય રસ્તા ઉપર આવેલી છે. જે ચેમ્બરો ઘણા સમયથી કાદવથી ભરાઇ ગયેલી હોવાથી પાણી ભૂગર્ભની ટાંકીમાંથી રસ્તા પર ફેલાઇ રહ્યું છે. ગટરના ગંદા પાણીથી અસહ્ય દુર્ગંધ ફેલાઇ રહી છે તેમજ તેના કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

આ અંગે ડીસા નગરપાલીકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં માત્ર નામ પુરતી સફાઈ કરવામાં આવતા કાયમી ઉકેલ આવતો નથી. આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ‘નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ભૂગર્ભ ગટરની ચેમ્બરોની સફાઇ કરાવવામાં આવે તો ગંદુ પાણી બહાર ન નીકળે તેમજ ગંદકીથી છુટકારો મળી શકે. આથી વરસાદ પહેલા સફાઇ થાય તો પાણીનો પ્રવાહ વધુ હોય તો પણ ચાલી શકે.’

અન્ય સમાચારો પણ છે...