દુઃખદ અવસાન:ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું આકસ્મિક નિધન

ડીસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના ખારાવાસ વિસ્તારના અને છેલ્લાં દોઢેક વર્ષથી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ફીરોઝખાન મકરાણી લગ્ન પ્રસંગ હોઇ બે દિવસથી રજા ઉપર હતાં. જો કે શુક્રવારે તેઓ રાજસ્થાનમાં લગ્ન પ્રસંગે ગયા હતા.

જે દરમિયાન તેઓને અચાનક જ છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને થોડી જ વારમાં હાર્ટ એટેકના હુમલાથી તેઓનું દુઃખદ અવસાન થયું હતું. ફીરોઝખાન મકરાણીના યુવા વયે જ અવસાનના સમાચાર મળતાં ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન પરીવાર સહિત જીલ્લા પોલીસ બેડામાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...