ફરિયાદ:ડીસામાં મંદિર નજીક ભાભીને મળવા બોલાવીને દિયરે અપહરણ કર્યું

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડીસાથી અપહરણ કરી કચ્છ જતાં રાપર પોલીસે ઝડપ્યા
  • ત્રણ શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ

ડીસામાં રહેતી એક પરિણીતાને તેના જ દિયરે વાત કરવા બોલાવી બે મિત્રો સાથે કારમાં બેસાડી પરિણીતાનું અપરહણ કરી કચ્છ તરફ જતાં રાપર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતાં. આ અંગે ડીસા તાલુકા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ડીસાની મેહુલ સોસાયટીમાં રહેતા જુલિબેન જીતેન્દ્રભાઇ મંડોરાને આઠેક વર્ષ અગાઉ જીતેન્દ્રભાઈ સાથ લગ્ન કર્યા હતા અને લગ્ન જીવન બાદ તેમના ત્યાં બે બાળકોનો જન્મ થયો હતો. જો કે થોડા સમય બાદ છુટાછેડા લઈ લીધા હતા અને બે બાળકો સાથે જુલિબેન હિમાલય સોસાયટી ખાતે રહેવા જતા રહ્યાં હતાં.

ત્યારબાદ તેમના દિયર અલ્પેશભાઈ સાથે પ્રેમ થઇ જતા લગ્ન કરી લીધા હતાં. લગ્નના થોડા સમય બાદ અલ્પેશભાઈ દ્વારા જુલિબેનના બે બાળકોને પોતાના બાળકો ના માનતા આ બાબતને લઈ જુલિબેન અને અલ્પેશભાઈ વચ્ચે અવાર-નવાર તકરાર થતા આ વિવાદથી કંટાળીને જુલીબેને અલ્પેશ સાથે પણ છુટાછેડા લઇ લીધા અને બાળકોના ભવિષ્ય માટે ફરી અગાઉના પતિ જીતેન્દ્રભાઈ મંડોરાની માફી માંગતા બન્નેએ ફરી મોગલધામ મંદિર ખાતે જઈ ફુલહાર કરી સાથે રહેવા લાગ્યાં હતાં. આથી અલ્પેશને ના ગમતા 15 મે-2022 ના રોજ જુલિબેન રાત્રે આઠેક વાગ્યાના સુમારે મહાકાળી મંદિર પાસે અલ્પેશને મળવા ગયા હતાં.

જ્યાં અને તેના મિત્ર હાજર હતા અને ત્યાં એક 9463 નંબરની કારમાં બેસાડી અલ્પેશ પણ ગાડીમાં બેસી ગયો અને ગાડી લઈ રાપર તરફ ગાડી ભગાવી હતી. આથી મહિલાના પતિ જીતેન્દ્રભાઈ એ તેમની પત્નીના અપરહણ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે અરજી આપતા પોલીસે પણ નાકાબંધી કરી હતી તેમજ રાપર પોલીસે આ ગાડીને ઝડપી આ તમામ લોકોને રાપર પોલીસે ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. આ બાબતે જુલીબેન જીતેન્દ્રભાઈ મંડોરાએ પોતાનું અપરહણ કરવા અંગે અલ્પેશ મંડોરા (રહે.બ્રહ્માણી સોસાયટી, ડીસા), અનિલ પ્રજાપતિ (રહે.થરા, તા.કાંકરેજ) અને અંકિત માળી (રહે.માલગઢ, તા.ડીસા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...