માંગ:ખેટવાનું તળાવ સુકાવા લાગતાં માછલીઓનાં મોત

ડીસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી

ખેટવા ગામમાં આવેલ તળાવમાં ઉનાળાની ગરમી વચ્ચે પાણી સૂકાવા લાગતા તળાવમાં રહેલી માછલીઓ પણ ટપોટપ મરવા લાગી છે. ખેટવા ગામના તળાવમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવતું હતું. જેને લઇ હજારો માછલીઓ તળાવમાં રહેતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તળાવનું પાણી સુકાતા તળાવમાં રહેલી માછલીઓ પણ ટપોટપ મરવા લાગી છે.

ત્યારે નર્મદાની પાઇપલાઇન દ્વારા તળાવ ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અત્યારે પાઇપલાઇન દ્વારા દાંતીવાડા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે તળાવમાં પણ પાણી ભરવામાં આવે તેવી માંગ છે. સ્થાનિક યુવાન રેવાભાઈ દેસાઈ જણાવ્યું હતું કે તળાવમાં પાણી સુકાતા માછલીઓ એકાએક મરવા લાગી છે આથી દુર્ગંધ ફેલાવા લાગી છે. ત્યારે તંત્ર દ્વારા પાણી છોડાય તેવી માંગ છે.’

અન્ય સમાચારો પણ છે...