સમસ્યાથી ક્યારે છૂટકારો મળશે?:ડીસામાં દરરોજ સર્જાતા ટ્રાફિક જામથી વાહનચાલકો ત્રાહિમામ; કલાકો સુધી લાઈનમાં રહેવા મજબૂર

ડીસા16 દિવસ પહેલા

ડીસામાં દરરોજ સાંજે જલારામ મંદિર પાસે થતી ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 15 દિવસથી રોજ સાંજે ચક્કાજામ થતા કલાકો સુધી વાહનચાલકો ટ્રાફિકમાં અટવાઇ પડે છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોજ સાંજે ટ્રાફિકના નિયમન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે.

છેલ્લા 15 દિવસથી રોજ સાંજે ચક્કાજામની સમસ્યા
ચૂંટણીના માહોલ વચ્ચે ડીસા વાસીઓ ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને જલારામ મંદિર પાસે રોજ સાંજે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે અને ટ્રાફિક નિયમનના અભાવે સર્જાતા ચક્કાજામમાં કલાકો સુધી વાહન ચાલકો અટવાઈ પડે છે. એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ઠેર ઠેર સભા, સરઘસ અને રેલીઓ નીકળવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ જલારામ મંદિર આગળ જ વારંવાર ટ્રાફિક જામ થતાં અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ટ્રાફિક હલ કરવા માટે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમ છતાં છેલ્લા 15 દિવસથી રોજ સાંજે ચક્કાજામની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યાં છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોજ સાંજે ટ્રાફિકના નિયમન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...