નામદાર કોર્ટનો મહત્ત્વનો ચુકાદો:ડીસામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને કોર્ટે 20 વર્ષ સખ્ત કેદની સજા ફટકારી

ડીસા10 દિવસ પહેલા

ડીસામાં ત્રણ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. તેમજ ભોગ બનનાર પીડિતાને રૂપિયા 6 લાખ વળતર પેટે ચૂકવી આપવાનો મહત્વનો ચુકાદો ડીસાની નામદાર બીજી એડી.સેશન કોર્ટે આપ્યો છે.

ડીસા તાલુકાના એક ગામડે રહેતી એક સગીરાનું ત્રણ વર્ષ અગાઉ અપહરણ થયું હતું, જે અંગે સગીરાના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સગીરાનું અપહરણ કરનાર દાંતીવાડાના ભાખર ગામના હકમાજી ઠાકોરની સગીરા સાથે અટકાયત કરી હતી. તપાસ કરતા આરોપીએ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે આરોપી સામે પોસકો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે સગીરાને તેના પરિવારજનોને સોંપી દીધી હતી.

જે કેસ ડીસાની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ નીલમબેન વકીલની દલીલો, સંયોગિક પુરાવાઓને ધ્યાને લઇ નામદાર બીજી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવી 20 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. વિકટીમ કમ્પનસેશન સ્કીમ જોગવાઈ મુજબ ભોગ બનનારને રૂ.6,00,000 વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. સ્ત્રીઓ પર થતા અત્યાચાર અને સગીર વયની દીકરીઓ પર બળાત્કાર ન વધતા કેસમાં સભ્ય સમાજમાં ઉદાહરણ બેસે અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે મહત્ત્વનો ચુકાદો આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...