કોર્ટે નોંધ 8577 ને ના મંજૂર કરવા હુકમ કર્યો:ડીસા તાલુકા સંઘની લાખણીની જમીનની નોંધ કોર્ટે નામંજૂર કરી

ડીસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલ્કત વહીવટદાર સમિતિએ માર્કેટ વેલ્યુ કાઢ્યા વગર બારોબાર વેચી દેતા 6 અરજદારોએ ફરિયાદ કરી હતી

ડીસા તાલુકા સંઘની લાખણીમાં આવેલ મિલ્કત વહીવટદાર સમિતિએ માર્કેટ વેલ્યુ કાઢ્યા વગર બારોબાર વેચી દેવા મામલે 6 અરજદારોએ ફરિયાદ કરી હતી. જેમાં સહકારી મંડળીના સભ્યોએ દિયોદર નાયબ કલેકટરની કોર્ટમાં નોંધ સામે વાંધો રજૂ કરતા કોર્ટે નોંધને નામંજૂર કરી છે.

ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. ને સરકારે લાખણીમાં ગોડાઉન બનાવવા અને ખાતર સંગ્રહ કરી ખેડૂતોને નજીકમાં ખાતર સમયસર મળી રહે તે માટે લાખણી પંચાયતની હદમાં ગોડાઉન બનાવવા માટે જમીન ફાળવેલી હતી. અને જે ખાતરના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી હતી પરંતુ ડીસા તાલુકા સંઘની વહીવટદાર સમિતિના સભ્યો આ ગોડાઉનની જમીન માર્કેટ વેલ્યુશન કાઢ્યા વગર તેમજ સંઘે એજન્ડા પાડયા વગર બરોબાર વેચી દીધી હતી અને જિલ્લા રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી પણ લીધી ન હતી.

સંઘના સંચાલકોએ હોદ્દાનો ખોટી રીતે ઉપયોગ કરી વાલજીભાઇ પટેલને મિલકત વેચી દીધા બાદ જમીન મહેસૂલ નિયમો 1972 ના નિયમ 108(1) તળે વિવાદ અરજી દિયોદર નાયબ કલેકટરની કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં 6 જેટલા અરજદારોની રજુઆત બાદ કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ વિવાદ અરજી અંશત: મંજુર કરી જમીન બિનખેતી હોઇ ગામ નં.7 નું પાનિયું બંધ કરી ગામ નં.2 નિભાવવા અને દરખાસ્ત કરવા મામલતદાર લાખણીને સૂચના આપી હતી. અને વેચાણ નોંધ નંબર 8577 અન્વયે થયેલ વેચાણ ધારાધોરણસરની પ્રક્રિયા અનુસરીને થયેલ જણાતું ન હોઈ નોંધ 8577 ને ના મંજૂર કરવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...