કોરોના સંક્રમણ:મુંબઈથી ડીસા આવેલો યુવક કોરોના પોઝિટિવ

ડીસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાંબા વિરામ બાદ ફરી કોરોનાથી ફફડાટ

લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં કોરોનાની એન્ટ્રી થવા પામી છે. શહેરના સિંધી કોલોની વિસ્તારમાં એક 18 વર્ષીય યુવક મુંબઇથી ડીસા આવ્યો હતો અને તેણે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે શુક્રવારે કોરોના પોઝિટિવ આવતા સિંધી કોલોની વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ છવાયો છે.સમગ્ર દેશ કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે. ત્યારે ડીસામાં કોરોનાનો કેશ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. કારણ કે લાંબા સમયના વિરામ બાદ કોરોનાએ ફરી ફુંફાડો માર્યો છે.

બનાસકાંઠાના ડીસામાં ફરી શુક્રવારે એક યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. ડીસા શહેરના મધ્યમાં આવેલ સિંધી કોલોની વિસ્તારમાં રહેતા યશ જગદીશભાઈ ત્રિવેદી (ઉં.વ.18) મુંબઈથી પોતાના ઘરે સિંધી કોલોની ખાતે આવ્યો હતો અને તેની તબિયતને લઇ ડીસા સિવિલ ખાતે શંકાના આધારે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. તે રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે અને કોરોના પોઝિટીવ દર્દીના ઘરે તપાસ હાથ ધરી છે. પરંતુ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ઇડરમાં વૃદ્ધને કોરોના
ઇડરના કડિયાદરા પીએચસીમાં શરદી ખાંસી તાવ સાથે આવેલ 63 વર્ષીય વ્યક્તિને લક્ષણો જણાતાં એન્ટીજન ટેસ્ટ કરતાં પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...