કોંગ્રેસને ગોપાલ સેનાનું સમર્થન:ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર સંજય દેસાઈને ખુલ્લું સમર્થન મળ્યું, ગોપાલ સેનાની ટીમે ઉમેદવારનું સ્વાગત કરી જીતાડવા અપીલ કરી

ડીસા3 મહિનો પહેલા

ડીસામાં કોંગ્રેસના ઉમેદવારને ગોપાલ સેનાએ સમર્થન આપ્યું છે. આજે ગોપાલ સેનાની ટીમે કોંગ્રેસના ઉમેદવાર સંજય દેસાઈનું સાલ ઓઢાડી સન્માન કરી ફૂલહાર પહેરાવ્યા હતા અને જંગી બહુમતીથી જીતાડવા લોકોને અપીલ કરી હતી.

કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ જાહેર કર્યા બાદ ક્યાંક કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ હવે ધીરે ધીરે નારાજગી દૂર થઈ પક્ષના વફાદાર કાર્યકરો ફરી ઉમેદવારને જીતાડવા માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસામાં પણ કોંગ્રેસના ઉમેદવાર સંજય દેસાઈને આજે ગોપાલ સેનાએ સમર્થન આપ્યું હતું. ગોપાલ સેનાની ટીમે આજે ઉમેદવાર સંજય દેસાઈને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સાથે જ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના અધૂરા રહેલા કામોને આગળ ધપાવવા માટે તેમના પુત્ર અને ઉમેદવાર સંજય દેસાઈને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે ઉમેદવાર સંજય દેસાઈ સહિત ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી.પી ભરતીયા, યુવા અગ્રણી નરસિંહ દેસાઈ સહિત ગોપાલ સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...