કોંગ્રેસનું ભારત બંધ એલાન:ડીસામાં આવતીકાલે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે આવતીકાલે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું, જનતાને સાથ આપવા વિનંતી કરી

ડીસા20 દિવસ પહેલા

ડીસા ખાતે આજે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં આવતીકાલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓ મામલે સરકારને જગાડવા માટે આવતીકાલે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે જનતાનો સહકાર માંગ્યો છે.

છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીની સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચતા સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ ભાજપ સરકાર મોંઘવારીને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. એના વિરોધમાં આજે ડીસા ખાતે કોંગ્રેસ આગેવાનોને બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે વહેલી સવારથી જ તમામ લોકો ધંધા રોજગાર બંધ રાખે અને કોંગ્રેસના એલાનને સફળ બનાવે તેવી કોંગ્રેસ આગેવાનોએ લોકોને વિનંતી કરી છે.

આ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે, સરકાર સામાન્ય વ્યક્તિની કોઈ જ વાત ધ્યાને લેતી નથી, રોજેરોજ વધી રહેલી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારમાં આમ જનતા પીસાઈ રહી છે. ત્યારે હવે લોકોએ પણ સરકારને જવાબ આપવાનો સમય આવી ગયો છે અને આવતીકાલના બંધના એલાનને સફળ બનાવી ઉંઘતી ભાજપ સરકારને જગાડવાનો પ્રયાસ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...