કાઉન્ટર ઉપરથી ગ્રાહકનો મોબાઈલ ગુમ:ડીસામાં પંજાબ નેશનલ બેન્કમાં ગ્રાહકનો મોબાઈલ ગુમ થઈ જતા ફરિયાદ, બેંકમાં સીસીટીવી બંધ હાલતમાં

ડીસા19 દિવસ પહેલા
  • સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી

ડીસાની પંજાબ નેશનલ બેંકમાં નાણાં ઉપાડવા આવેલ એક ગ્રાહકનું કાઉન્ટર પરથી મોબાઇલ ગુમ થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ગ્રાહકે ડીસા ઉત્તર પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવી છે પરંતુ બેંકના CCTV બંધ હોવાથી સંચાલકોની ગંભીર બેદરકારી પણ છતી થઈ છે.

આ ઘટનાની FIR ની વિગતો અનુસાર ડીસાના જુના ડીસા ખાતે રહેતો અફજલખાન નાગોરી નામનો ગ્રાહક ગઈકાલે સ્પોર્ટ કલબ પાસે આવેલી પંજાબ નેશનલ બેન્કમાં નાણાં ઉપાડવા માટે આવ્યો હતો અને તે કાઉન્ટર ઉપર ઉભા રહી પૈસા ગણી રહ્યો હતો. તે દરમિયાન કાઉન્ટર પર મુકેલો મોબાઈલ ગુમ થઈ ગયો હતો. જે અંગે ગ્રાહકે તરત જ બેન્ક મેનેજરને જાણ કરી હતી. પરંતુ બેન્ક મેનેજરે બેન્કના કેમેરા બંધ હોવાનું જણાવેલ. જેથી આ બાબતે અફઝલ નાગોરીએ ડીસા ઉત્તર પોલીસ મથકે ઓન લાઇન પોર્ટલથી E-FIR કરી મોબાઈલ ચોરને ઝડપી પાડવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે પોલીસ દ્વારા તમામ લોકોને અને ખાસ કરીને જાહેર સ્થળોએ સીસીટીવી રાખવા માટે લોકોને વારંવાર સૂચના આપે છે. તેમ છતાં પણ પંજાબ નેશનલ બેંકની અંદર સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય એ સંચાલકોની ગંભીર બેદરકારી છતી કરે છે. જો સીસીટીવી કેમેરા ચાલુ હોત તો ચોરને ગણતરીની મિનિટોમાં જ પકડી શકાયો હોત.

અન્ય સમાચારો પણ છે...