ફરિયાદ:ડીસાના વેળાવાપુરામાં યુવક સગીરાને ભગાડી જતાં ફરિયાદ

ડીસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ડીસા તાલુકાના વેળાવાપુરા ખાતે રહેતો યુવક નજીકમાં રહેતી એક સગીરાને લગ્ન કરવાને ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પિતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે. ડીસાના વેળાવાપુરા ખાતે રહેતો પરિવાર ચારેક દિવસ અગાઉ ઘરના આગળ સુતો હતો અને રાત્રે સગીર દીકરીને વાડામાં ભેંસોને ચાર નાખવા માટે જવાનું કહ્યું હતું.

જો કે સમયવિતી જતા પણ તેમની દીકરી વાડામાંથી પરત ના ફરતા તેઓ પરિવાર સાથે વાડામાં ગયા હતા. પરંતુ ત્યાં તેમની દીકરી જોવા મળી ન હતી. જેથી તેમને આસપાસ ગામના વિસ્તારમાં પણ શોધખોળ કરતા તેમની દીકરીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આથી તેમને શક અને વહેમના આધારે ગામમાં જ તેમની નજીક રહેતા ગૌતમસિંહ ખુમસિંહ વાઘેલાના ઘરે જઇ તપાસ કરતા તે પણ ઘરે મળી આવ્યો ન હતો. દીકરીને ગૌતમસિંહ સાથે પ્રેમસંબંધ હોવાનું ધ્યાને આવતા આ બાબતે તેમને ગૌતમસિંહના પરિવારજનોને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...