ભૂંડ પકડતી ટોળકી સામે ફરિયાદ:ડીસામાં ભૂંડ પકડવાના બહાને વાછરડાઓ ઊઠાવી જતી ટોળકી સામે ફરિયાદ; બિનઅધિકૃત હથિયાર સાથે ફરતી ટોળકીથી ભયનો માહોલ

ડીસાએક મહિનો પહેલા

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂંડ પકડતી ટોળકી વાછરડાઓને પણ ઉઠાવી જતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે. જેને પગલે એક જાગૃત નાગરિકે બિનઅધિકૃત હથિયારો સાથે ફરતી આ ટોળકી સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે પોલીસમાં લેખિત રજુઆત કરી છે.

ડીસા શહેરમાં ફરી એકવાર ભૂંડ પકડતી ટોળકી સક્રિય થઈ ગઈ છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં આ ટોળકી કોઈપણ જાતની પરવાનગી વગર બિનઅધિકૃત હથિયારો સાથે ફરતી હોય છે અને ઘણી વખત ભૂંડ પકડવાના બહાને વાછરડાઓની પણ ઉઠાંતરી કરી જાય છે. જે બાબત સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાને આવતા જ ડીસાના જાગૃત નાગરિક અને જાણીતા વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ બાબતે તપાસ કરી હતી.

જેમાં આ ટોળકી લાલચાલી વિસ્તારમાં ફરી રહી હોવાનું ધ્યાને આવતાજ તેમણે ડીસા પોલીસ મથકે લેખિત રજુઆત કરી છે. જેમાં આ ભૂંડ પકડતી ટોળકી કોઈપણ જાતની પરવાનગી વગર બિનઅધિકૃત હથિયારો સાથે ફરતી હોય છે. કેટલીક વખત અન્ય આબોલ પશુઓ, વાછરડાઓને પણ ઉઠાવી જાય છે. તેમજ પશુ અત્યાચાર અધિનિયમનો પણ ખુલ્લેઆમ ભંગ થતો હોવાથી આ ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...